🇮🇳🕴 LIVE પરેડ કાર્યક્રમ
26મી જાન્યુઆરી LIVE પરેડ કાર્યક્રમ શરુ થઇ ગયો છે
આપના મોબાઇમા લાઇવ પરેડ જોવા માટેની લિંક
નવા રાજપથ પર રિપબ્લિક ડે પરેડ:લાલ રેતીની જગ્યાએ ગ્રેનાઇટનો ફૂટપાથ, વધુ ટૂરિસ્ટ સ્પેસ; પુલથી લઈને અંડરપાસ સુધી શું-શું બદલાયું
26 જાન્યુઆરીએ દર વર્ષે રાજપથ પર રિપબ્લિક ડે પરેડ થાય છે. આજે જ્યારે પરેડ રાયસીના હિલ્સથી શરૂ થઈને રાજપથ પર આગળ વધશે તો નજારો બદલાયેલો હશે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજપથને પણ નવાં રંગ-રૂપ આપી દેવાયાં છે.
સેન્ટ્રલ વિસ્ટા હાલની સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એના અંતર્ગત સંસદ ભવનથી લઈને સચિવાલય, વડાપ્રધાન આવાસથી લઈને મંત્રાલય સુધીની નવી ઈમારતો બનાવવાનું અને જૂની ઈમારતોના રિનોવેશનનું કામ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પર લગભગ 20 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. રિપબ્લિક ડેની આ ખાસ રજૂઆતમાં અમે સેન્ટ્રલ વિસ્ટાની સમગ્ર કહાની લઈને આવ્યા છીએ. સૌપ્રથમ જુઓ એ રાજપથનો નજારો, જ્યાં સૌથી પહેલા કામ સંપન્ન થયું છે...