દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 21.95 લાખ છે
મિત્રો ગુડ મોર્નિંગ
મિત્રો આજે કોરોના ની લાઈવ ન્યૂઝ અહીં આ પોસ્ટ માં તમને મળી જશે દેશ માં કેટલો કોરોના માં વધારો થાય છે તેન માહિતી અને જરૂરી ન્યૂઝ તમને અહીં વેબશાઉટ માંથી મળી જશે પલ પલ ની ન્યૂઝ અને કોરોના ના નવા કેશ અને તેવી બધી માહતી મળી જશે
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 84 હજાર 460 કોરોનાના નવા કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન 3.76 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 574 લોકોના મોત થયા છે.
હાલમાં દેશમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 21.95 લાખ છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુઘીમાં દેશમાં લગભગ 4.03 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે, આજે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) દિલ્હીમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા બેઠક કરશે.
ગુરુવારે બપોરે 12:30 કલાકે બેઠક યોજાશે અને તેમાં કોઈ ખાસ ડિસિઝન લઇ સખે છે સરકાર અને હમણાં કોરોના સામે દેશ આખો લડી રયો છે
કોરોનાના કુલ કેસ: 4,03,69,594
કુલ સાજા થયા: 3,76,65,769
કુલ મૃત્યુઃ 4,91,701

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 84 હજાર 460 કોરોનાના નવા કેસ મળી આવ્યા હતા.
કોરોના અપડેટ્સ...
હરિયાણા સરકારે બુધવારે કોરોનાના પ્રતિબંધોને 10 ફેબ્રુઆરી સુધી લંબાવવાની જાહેરાત કરી છે. શોપિંગ મોલ અને બજારો સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની મંજુરી અપાઈ છે. આ પહેલા સાંજે 6 વાગ્યા સુધીની જ મંજુરી આપવામાં આવી હતી.
તમને અહીં આ ન્યૂઝ ની ક્રેડિટ લિંક પણ નીચે આપેલ છે
કેરળ: ગયા દિવસની સરખામણીએ નવા કેસમાં 5 હજારનો ઘટાડો
બુધવારે રાજ્યમાં 49,771 નવા કેસ મળ્યા છે, જ્યારે 34,439 દર્દીઓ સાજા થયા છે અને 63 લોકોના મોત થયા છે. એક દિવસ અગાઉ મંગળવારે 55,475 નવા કેસ મળી આવ્યા હતા અને 70 લોકો મૃત્યુ પામ્યા હતા.
કર્ણાટક: નવા કેસમાં 18%નો વધારો
બુધવારે કર્ણાટકમાં કોરોનાના 48,905 નવા કેસ મળી આવ્યા છે. 41,699 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જ્યારે 39 સંક્રમિતોના મોત થયા છે.