કચ્છ કોરોના LIVE:કચ્છમાં કોરોનાનો કહેર યથાવત, શુક્રવારે વધુ 204 કેસ નોંધાયા
કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં શુક્રવારે 206 કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન 87 દર્દીને કોવિડ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. શુક્રવારે જિલ્લામાં નવા 206 કેસ સામે આવ્યાં હતા. જેમાં શહેરી વિસ્તારમાં 137 અને ગ્રામ્ય વિસ્તારમાં 69 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
લખપત અને રાપર સિવાય તમામ તાલુકામાંથી કોરોનાના નવા કેસ સામે આવ્યાં છે. જોકે, ગુરૂવારે કોરોનાની બીજી લહેરનો રેકોર્ડ તોડીને સર્વાધીક 346 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરી મહિનામાં ત્રીજી લહેરમાં જેટલા દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે તેનાથી અડધા સાજા પણ થઈ ગયા છે 21 દિવસમાં જિલ્લામાં કુલ 2314 લોકોને કોરોના થયો છે જેમાંથી અડધા 1119 દર્દીઓ સ્વસ્થ પણ થઈ ગયા છે.
રાજ્યમાં હાલ કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ બની ગઈ છે. મહામારીને નાથવા માટે સરકાર દરરોજ કોરોનાના કેસો, ટેસ્ટિંગ અને વેક્સિનેશનનું મોનિટરિંગ કરી રહી છે તેમજ નિયંત્રણો પણ કડક કરવા લાગી છે.
કચ્છ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 157 કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી કોરોનાન નવા 100થી વધુ કેસ સામે આવી રહ્યા હતા. જોકે, શનિવારે કેસ ઘટીને 87 થયા હતા. જે બાદ રવિવારે ફરી કેસ 100 ઉપર નોંધાયા હતા. જિલ્લામાં વધુ 157 લોકો સંક્રમિત થવાની સાથે 89 દર્દીઓ સાજા થયા હતા.
રવિવારે શહેરોમાં સૌથી વધુ ભુજમાં 44, ગાંધીધામ 31, મુન્દ્રા 13, અંજાર 12 ભચાઉ 6, માંડવી 1, અને રાપરમાં 3 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભુજ તાલુકામાં સોથી વધુ 20 લોકો સંક્રમિત થયા હતા.
ગામડામાં સુખપર 9, મેઘપર બો. 6, નખત્રાણા 6, માધાપર 4, કુકમા 2, ઢોરી 2, રતનાલ 2, ઉપરાંત નાગલપર મોટી, ભીમાસર (ચ), સતાપર, માથક, મીઠા પસવારિયા, વરસામેડી, ભુજોડી, ધોરડો, માનકુવા, સામખિયાળી, નિરોણા, રસલિયા, નાના કપાયા, સિરાચા, સમાઘોઘાા, ફતેહગઢ, ભીમાસર ભૂટકિયા, પલાંસવામાં 1-1 દર્દી કોરોના સંક્રમિત થયા હતા. ગામડામાં 47 અને શહેરોમાં 110 મળી 157 કેસ નોંધાયા હતા. રવિવારે 89 દર્દીઓ સાજા થતાં સક્રીય કેસનો આંક 695 પર પહોંચ્યો છે.
સૌકોઈ છેલ્લા બે દિવસથી નવી ગાઇડલાઇન્સની રાહમાં છે ત્યારે આજે છેલ્લા દિવસે નવી SOP જાહેર થવાની પ્રબળ શક્યતા છે તેમજ આજથી 7 દિવસ સુધી એટલે કે 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવશે.
મિત્રો આ ન્યૂઝ સાચી છે તેના માટે નીચે એક તમારા માટે ક્રેડિટ લિંક પણ આપેલ છે અને તે માંથી તમને આ ન્યૂઝ સાચી છે ખબર પડી જશે
નવી ગાઇડલાઇન્સમાં જ્યાં કેસો વધી રહ્યા હોય એવાં શહેરોનો પણ નાઇટ કર્ફ્યૂમાં ઉમેરો કરવામાં આવી શકે છે. એની સાથે સાથે નાઇટ કર્ફ્યૂનો સમય પણ 10થી 6ને બદલે 9થી 6 વાગ્યાનો કરવામાં આવે એવી પૂરી શક્યતા છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.
ત્રીજી લહેરની પીક તૂટવાની તૈયારી
ઉત્તરાયણને પગલે ટેસ્ટિંગ કરાવનારા લોકોની સંખ્યા ઘટી હોય, જેને કારણે 14 જાન્યુઆરીએ 10019 કેસ નોંધાયા હતા, પરંતુ હવે કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે. માત્ર એટલું જ નહીં, જો હવે 14,300થી વધુ કેસ નોંધાશે તો બીજી લહેરની પીક પણ તૂટી જશે.
10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ- રાત્રે 10થી સવારે 6 સુધી
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તથા હવે આણંદ અને નડિયાદમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ થશે.
- સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે: ધોરણ 1થી 9 સુધીની સ્કૂલોમાં આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન વર્ગો યોજાશે. ઑફલાઇન શિક્ષણ સદંતર બંધ રહેશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે.
- સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ: પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.
તારીખ કેસ ડિસ્ચાર્જ મોત 1 જાન્યુઆરી 1069 103 1 2 જાન્યુઆરી 968 141 1 3 જાન્યુઆરી 1259 151 3 4 જાન્યુઆરી 2265 240 2 5 જાન્યુઆરી 3350 236 1 6 જાન્યુઆરી 4213 830 1 7 જાન્યુઆરી 5396 1158 1 8 જાન્યુઆરી 5677 1359 0 9 જાન્યુઆરી 6275 1263 0 10 જાન્યુઆરી 6097 1539 2 11 જાન્યુઆરી 7476 2704 3 12 જાન્યુઆરી 9941 3449 4 13 જાન્યુઆરી 11176 4285 5 14 જાન્યુઆરી 10019 4831 2 કુલ 75181 22289 26