Pages

Search This Website

Monday, February 28, 2022

ડાયાબિટીસ પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો- પાંચ મિનીટ સમય કાઢી વાંચી લેજો





ડાયાબિટીસ પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો- પાંચ મિનીટ સમય કાઢી વાંચી લેજો




હેલો મિત્રો આજે તમારા માટે હેલ્થ ની માહિતી જે ખુબજ કામની છે નીચે આપેલ છે ડાયાબિટીસ પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો- પાંચ મિનીટ સમય કાઢી વાંચી લેજો અને મિત્રો  માહિતી મોકલજો 

ડાયાબિટીસ(Diabetes) એ સામાન્ય રોગ(Disease) બની ગયો છે પરંતુ તેની અસર ખુબ જ ગંભીર થતી હોય છે. વિશ્વમાં(world) ઘણા લોકો આ રોગથી પીડિત છે. ઘણી વખત ડાયાબિટીસ પહેલા શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે, પરંતુ ટેસ્ટ દરમિયાન તમારો ડાયાબિટીસ ટેસ્ટ પોઝિટીવ આવતો નથી.



આપણા દેશમાં મોટાભાગના લોકો ડાયાબિટીસ માટે ટેસ્ટ કરાવતા નથી કારણ કે તેઓ આવા લક્ષણો અનુભવતા નથી. તમને જણાવી દઈએ કે ડાયાબિટીસ થતા પહેલા આપણા શરીરમાં કેટલાક પ્રારંભિક લક્ષણો ચોક્કસપણે દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, આપણને ખબર પડે છે કે આપણે ડાયાબિટીસની સરહદ પર ઉભા છીએ. જો તમે ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો પહેલા તમારી જીવનશૈલી પર ધ્યાન ન આપો તો તમે ટાઇપ-2 ડાયાબિટીસનો શિકાર પણ બની શકો છો.



પ્રી-ડાયાબિટીસ અથવા બોર્ડરલાઇન ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જે વ્યક્તિને ટાઇપ 2 ડાયાબિટીસ થાય તે પહેલાં થાય છે. એક રીપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, પ્રિ-ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર લેવલ સામાન્ય કરતા વધારે છે.




મળતી માહિતી અનુસાર ત્વચા પર ડાર્ક સ્પોટ્સ અથવા ત્વચા કાળી પડી જવી એ પ્રી-ડાયાબિટીસનું લક્ષણ માનવામાં આવે છે. આ દરમિયાન, કોણી, ઘૂંટણ, ગરદન અને બગલ જેવી જગ્યાએ ટોન ડાર્કનિંગ અથવા ડાર્ક પેચ થવા લાગે છે. આ સિવાય થાક પણ અનુભવાશે. જ્યારે તમે સારી ઊંઘ પછી પણ થાક અનુભવો છો, તો સમજી લો કે આ લક્ષણો પ્રી-ડાયાબિટીસના હોઈ શકે છે.





Credit link

જો તમને વારંવાર તરસ લાગે છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ સિવાય વારંવાર પેશાબ આવવો એ પણ પ્રી-ડાયાબિટીસનું લક્ષણ છે. તેથી જો તમને પણ આ પ્રકારના લક્ષણો અનુભવતા હોય તો બને તેટલી જલ્દી તેની યોગ્ય સારવાર કરવી જોઈએ.

મિત્રો આ વેબસાઈટ માટી હેલ્થ ની માહિતી અને ન્યૂઝ અહીં વેબસહિત માંથી મળી જશે અને દરોજ ની નવી નવી માહિતી અહીં તમને મળી જશે વધુ ને વધુ શેર પણ કરજો