મિત્રો આ ન્યૂઝ હમણાં ની તાજા ન્યૂઝ છે અને નીચે તેનો વાયરલ વિડીયો અને આ ન્યૂઝ ક્યાં ની છે તે માહિતી આપેલ છે અને વધુ ને વધુ શેર કરો
ALSO READHD Camera For Android | HD Professional Camera
‘સોટી વાગે સમસમ વિદ્યા આવે ઘમ ઘમ’ – આ વિડીયો જોઇને તમે જ કહો આ શિક્ષિકાએ જે કર્યું એ યોગ્ય છે કે અયોગ્ય?
માંડુની એક સરકારી શાળા (Mandu) માં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારતો વીડિયો વાયરલ(viral video) થયો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ચર્ચા થઈ રહી હતી. આ વીડિયો સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ માંડુનો છે. 10મા ધોરણના વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવીને, શિક્ષક તેની હથેળી આગળ પકડીને તેને લાકડી વડે નિર્દયતાથી માર મારતા જોવા મળે છે. આ ઘટનામાં ખાસ વાત, તો એ છે કે આ વીડિયો ક્લાસના જ એક વિદ્યાર્થીએ તેના મોબાઈલના કેમેરામાં ઉતારી લીધો હતો.
એક બાજુ લોકોનું કહેવું છે કે, શિક્ષિકાએ જે કર્યું એ યોગ્ય હશે. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવાની છે, કઈ ભૂલ કરી હશે તે કારણોસર શિક્ષા આપી હશે. બીજી આજુ લોકો એમ પણ કહી રહ્યા છે કે, ફોનમાં વિડીયો ઉતારનાર વિદ્યાર્થીને ક્લાસમાં ફોન લાવવાની શું જરૂર હતી. હવે આ વિડીયો જોઇને તમે જ કહો આ મહિલા શિક્ષકે જે કર્યું તે યોગ્ય છે કે નહિ…
આ ઘટના 11 ફેબ્રુઆરીની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહી છે, જ્યારે રાજ્યપાલ પણ માંડુમાં હતા. રાજ્યપાલની માંડુની મુલાકાત માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં હાજર હતા.
also readવિડિયો એડિટર અને મેકર - ઇનશોટ
આ ઘટનાનો વીડિયો સોસિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, માંડુની સરકારી હાયર સેકન્ડરી સ્કૂલમાં ગેસ્ટ ટીચર તરીકે કામ કરતી ભાવના વર્મા ધોરણ 10ના વિદ્યાર્થીઓને ભણાવી રહી હતી.
મિત્રો તમને અહીં આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે
આ દરમિયાન તે એક પછી એક ક્લાસના વિદ્યાર્થીઓને બોલાવી રહી છે અને છડી વડે માર મારી રહી છે. ગેસ્ટ ટીચર ભાવના વર્માએ પણ આ ઘટના અંગે લેખિતમાં ફરિયાદ કરવા માંગ કરી હતી. આવા કૃત્ય બદલ વિવિધ સંગઠનોએ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ અંગે પ્રિન્સિપાલ પવન માલવિયાએ જણાવ્યું છે કે વીડિયો વાયરલ થયાની માહિતી મળતાં અમે શિક્ષકને હટાવી દીધા છે.