પેટ્રોલના પૈસા બચાવવા દુલ્હને કરી લીધા લગ્ન- ખુબ જ મજેદાર ‘લવ સ્ટોરી’નો વિડીયો થયો વાયરલ

સોશિયલ મીડિયા (Social media) પર ઘણા બધા વિડીઓ વાયરલ (Viral video) થતા હોય છે. ત્યારે હાલમાં જ એક ફની લવ સ્ટોરી (Funny love story) ખુબ જ વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે જયારે પણ લગ્નની વાત આવે ત્યારે સૌ પ્રથમ તો એ સવાલ આવે કે લવ મેરેજ (Love marriage) કે એરેન્જ્ડ મેરેજ (Arranged marriage).
કન્યાએ લગ્ન પહેલા વરરાજાની પોલ ખોલી:
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દુલ્હનએ તેના જ પતિની પોલ ખોલી હતી. આ વીડીઓમાં તેણે જણાવ્યું હતું કે, કેવી રીતે છોકરાએ તેની સાથે વાતચીત શરૂ કરી. લગ્ન પહેલા જ્યારે દુલ્હન તૈયાર બેઠી હતી ત્યારે તેણે કેમેરાની સામે પોતાની સ્ટોરી શેર કરી હતી. કન્યાએ કેમેરા સામે કહ્યું, ‘પહેલી વાર તેણે કહ્યું કે તમે ક્યાં રહો છો? તો મેં કહ્યું કે હું સદરપુર મેહલૌરી તરફ રહું છું. પછી તેણે કહ્યું કે મારો રસ્તો પણ ત્યાંથી આવે છે, તો શું હું તમને ત્યાંથી લઈ જઈ શકું? પછી મેં પણ વિચાર્યું, મારું ભાડું બચી રહ્યું છે, પેટ્રોલ બચી રહ્યું છે, તો મેં કહ્યું ઠીક છે.’
also read 99% લોકો આ વર્તુળમાં છુપાયેલો નંબર કહેવામાં નિષ્ફળ ગયા, શું તમે સાચો જવાબ આપી શકશો ?
દુલ્હનએ કેમેરાની સામે આખી વાત કહી:
દુલ્હાને વધુમાં જણાવ્યું કે, ‘પછી એક દિવસ વરરાજાએ પ્રપોઝ કર્યું, તો મેં ના પાડી દીધી. ત્યારપછી મને વિચાર આવ્યો કે, તેણે મારી પાછળ આટલું પેટ્રોલ ખર્ચ્યું છે તે વેડફાશે. કારણ કે પેટ્રોલના ભાવ આટલા મોંઘા થઈ રહ્યા છે.
ત્યારપછી તે છોકરાએ કહ્યું કે જો તમે મારો પ્રસ્તાવ સ્વીકારી લો તો સારું, નહીં તો મારા પેટ્રોલનો ખર્ચ ઘણો વધી ગયો છે. તો મેં ફરીથી હા પાડી. દુલ્હનની આ લવ સ્ટોરી ખૂબ જ અનોખી અને રસપ્રદ છે. સોશિયલ મીડિયા પર દુલ્હનની કહાની લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. અત્યાર સુધીમાં 44 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે.