Pages

Search This Website

Wednesday, January 26, 2022

ગાંધીધામ- આદિપુરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, લોકો બેદરકાર





કચ્છ કોરોના LIVE: ગાંધીધામ- આદિપુરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, લોકો બેદરકાર



પ્રતિકાત્મક તસવીર

અનેક સ્થળો પર માસ્ક પહેર્યા વગર લોકો ફરી રહ્યા છે

મિત્રો કેમ છો અને દેશ માં કોરોના નાની રફ્તાર ખબજ તેજી થી વધે છે અને કોરોના ના કેસ  દિવસ દિવસો માં વધારો થાય છે અને  હમણાં ગુજરાત માં ગાંધીધામ- આદિપુરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, લોકો બેદરકાર કરે છે અને ચિંતાજનક સ્થિતિ છે અને વધુ ને વધુ શેર કરજો અને આજ ની આ ન્યૂઝ તેની છે નીચે તેનો ન્યૂઝ રિપોર્ટ આપેલ છે 



ગાંધીધામ- આદિપુરમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વધી રહેલા સંક્રમણમાં અગાઉ સલામત હતા તેવા વિસ્તારોમાં પણ કોરોનાનો ચેપી રોગ પ્રસરી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે. ભીડભાડ વાળા વિસ્તારથી લઇને અનેક સ્થળો પર માસ્ક પહેર્યા વગર લોકો ફરી રહ્યા છે. આજના દિવસે શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને 100 કેસ નોંધાતા કોરોનાએ સદી ફટકારી છે.

શહેર માં ખુબજ લોકો માસ વગર ગોમે છે અને બેદરકારી છે અને  લોકો ને સમજવું જોઈએ અને હમણાં ગુજરાત માં કોરોના ખુબજ રફ્તાર થી વધી રયો છે 



કોરોના ની ત્રીજી લેર ચાલુ થતા આદિપુર પોલીસ દ્વારા મુખ્ય બજારમાં લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી કોરોના ના કેસ દિનપ્રતિદિન વધતા જતા હોવાથી લોકોને અને વેપારીઓને માસ્ક પહેરી અને સમજાવ્યા હતા.

પ્રોબેશન પિરિયડમાં નવા આવેલા એએસપી આલોક કુમાર અને આદિપુર પો.સ.ઈ એચ.એસ.તિવારી તથા આદિપુર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા સ્થળ પર જ માસ્ક નું વિતરણ કરી ફરજ બજાવી હતી અગાઉ પણ લોકોને માસ્ક પહેરાવી આદિપુર પોલીસે અભિયાન આદર્યું હતું. સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના પછી પણ ગાંધીધામ- આદિપુરની કેટલીક શાળાઓને ભુલકાઓને બોલાવવામાં આવી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે. આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માગણી વાલીઓમાંથી ઉઠી રહી છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser