Pages

Search This Website

Monday, February 14, 2022

અશ્વરેસ જ બની અંતિમરેસ- રસ્તો ભૂલતા ઘોડો થાંભલા સાથે અથડાયો, ઘોડાને તો કઈ ન થયું પણ યુવકના રામ રમી ગયા

અશ્વરેસ જ બની અંતિમરેસ- રસ્તો ભૂલતા ઘોડો થાંભલા સાથે અથડાયો, ઘોડાને તો કઈ ન થયું પણ યુવકના રામ રમી ગયા

હેલો   હમણાં જ આવે છે અને આ ન્યુ જોઇને તમને પણ સબક મળશે આવું ક્યારેય પણ ન કરાય અને ધ્યાન રખાય આ એક્સિડન્ટ જોઈને તમે થોડા ઘણા વિચિત્ર લાગશે પણ આ વિડીયો ખુબ જ સરસ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે આ માહિતી ટીવીટર માંથી લેવામાં આવેલ છે તેની ક્રેડિટ અહીં નીચે આપેલ છે તમે સરળતાથી વાંચી શકો છો ગુજરાતીમાં માહિતી બધી આવેલ છે

also read 

પૂલ નજીક એકલી રમી રહી હતી નાની બાળકી, અચાનક બની એવી ઘટના કે… – જુઓ વિડીયો





ભુજ(Bhuj): માંડવીના ત્રગડી – ગુંદીયાળી ત્રગડી વચ્ચે રવિવારે યોજાયેલા ઘોડા દોડમાં એક વિચિત્ર કરુણાંતિકા સર્જાઈ છે. સુલતાંનસા પીરના મેળામાં ઘોડા દોડની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુવાનના અણધાર્યા મૃત્યુથી પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ છે. આ ઘટનાનો લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘોડા દોડની સ્પર્ધામાં ઘોડો વિજપોલમાં અથડાતા યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

also read ❄️રોગો અને ઔષધો, અદ્ભૂત આયુર્વેદ ની માહિતી, બીજા લોકોને શેર કરવા વિનંતી🙏 કોઈને કામ લાગી જાય


આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે માંડવીના ગુંદીયાળી-ત્રગડી વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં ઘોડા દોડની સ્પર્ધા યોજવામાં આવી હતી.





 આ સ્પર્ધામાં ભાગ લેવા આસપાસના અનેક ઘોડેસવારો આવ્યા હતા. બપોર બાદ યોજાયેલી આ ઘોડા દોડમાં ઘોડો પુરપાટ ઝડપે દોડી રહ્યો હતો, ત્યારે ધૂળની ડમરીઓના કારણે પાછળ આવતા એક ઘોડે સવારને આગળ કંઈ દેખાતું નહોતું. ત્યારે આગળ નીકળવાની ઉતાવળે અચાનક વીજ થાંભલા સાથે અથડાયો હતો અને તેના પર સવાર યુવાન રાજદિપસિંહ જાડેજા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી.




આ યુવાનને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું. આ ઘટનાથી ગામ સહિત પરિવારમાં ચકચાર સાથે શોક છવાયો છે. હતભાગી યુવાન અશ્વપ્રેમી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેનું મોત અશ્વના કારણે થશે તેનું કદી તેણે અને પરિવારે સપનામાં પણ વિચાર્યું નહી હોય. ઘોડા સ્પર્ધાની હરીફાઈમાં સર્જાયેલી આ કરુણ ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા છે.



મિત્રો આ પોસ્ટની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 


બીજી બાજુ માંડવી પોલીસ તપાસ કરતા આ બનાવ અંગે કોઈ નોંધ દાખલ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.દરમ્યાન આ ઘટનાનો લાઈવ વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે માંડવીના ત્રગડી – ગુંદીયાળી ત્રગડી વચ્ચે યોજાયેલા ઘોડા દોડ સ્પર્ધામાં ઘોડદોડની મંજૂરી હતી કે નહીં? કોઈ સુરક્ષા કરવામાં આવી હતી કે નહીં? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser