Pages

Search This Website

Thursday, February 17, 2022

કચ્છ: ભુજ હાટમાં દેશની વિભિન્ન હસ્તકળા સાથે જામ્યો અનોખો રંગ, જુઓ PHOTOS


કચ્છ: ભુજ હાટમાં દેશની વિભિન્ન હસ્તકળા સાથે જામ્યો અનોખો રંગ, જુઓ PHOTOS અહીં નીચે આપેલ છે અને એક વાર ભુજ હાટ ની મુલાકાત પણ કરો અને તમને મજા આવશે કચ્છ માં ભુજ જિલ્લા માં ભુજ માં આ ભુજ હાટ નામની એક જગિયા છે ત્યાં આ વિભિન્ન હસ્તકળા નો મેળો જમીયો છે 

આજે તેની અમુક ફોટા લાવિયો છું નીચે જોવો 



કચ્છની હસ્તકળા બજાર ભુજ હાટમાં દેશભરમાંથી કારીગરો હસ્તકળા મેળામાં મળીને પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું.



1/ 13




હસ્તકળા એ કોઈ પણ પ્રદેશની એક આગવી ઓળખ દર્શાવે છે. તેમાં પણ ભારત જેવા વિશાળ દેશમાં આવેલા વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા રાજ્યોની હસ્તકળા પણ ભાત ભાતની છે. હાલ કચ્છના પાટનગર ભુજમાં આવેલા ભુજ હાટમાં ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં 



આવ્યું છે જેમાં દેશભરમાંથી કારીગરો પોતાની હસ્તકળા લઈને પધાર્યા છે. આ હસ્તકળા મેળામાં કાશ્મીરથી કેરળ અને કચ્છથી બંગાળ સુધીના કારીગરો પોત પોતાના પ્રદેશની અનોખી હસ્તકળાનું પ્રદર્શન અને વેંચાણ કરવા પહોંચ્યા છે. જુઓ આ હસ્તકળા મેળાના રંગીન ચિત્રો.


2/ 13




બ્લુ આર્ટ પોટરી જયપુરની વિશેષતા છે. સિરામિક પદાર્થને વિભિન્ન આકાર આપી તેને આગમાં તાપી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. તેમાંથી દીવા, લટકણિયાં, પેપર વેઇટ, અગરબત્તી સ્ટેન્ડ, સોપ ડીશ વગેરે બનાવવામાં આવે છે. આ હસ્તકળા વડે બનેલા દરેક ઉત્પાદનોમાં વાદળી રંગ જોવા મળે છે જે કારણે તેને બ્લુ આર્ટ પોટરી કહેવાય છે.

ALSO READ 

મહાશયની નવાબી જોઇને તમે પણ ચોંકી જશો- વડોદરા પોલીસે પકડાવી દીધો આટલા હજારનો મેમો



3/ 13




પશ્ચિમ બંગાળના કોલકાતાથી માટીના ઉત્પાદનો આવ્યા છે. વિશેષ પ્રકારની માટી, જેને ટેરા કોટા કહેવાય છે, તેનાથી ઘર શણગારની વસ્તુઓ ઉપરાંત ઘરમાં વપ્રશમાબલાઈ શકાય તેવી અનેક વસ્તુઓ બને છે.




4/ 13




કાશ્મીરના કારીગર આ મેળામાં ગરમ વસ્ત્રો લઈને આવ્યા છે. ગરમ વસ્ત્રો ઉપરાંત ઘેટાંના ઊન અને ચામડીમાંથી બનતા સ્વેડ હસ્તકળાનાં ઉત્પાદનો પણ લઈ આવ્યા છે. ઘેટાંની ચામડીમાંથી બનેલા ગરમ વસ્ત્રો અને પહેરવેશને લેધર તેમજ સ્વેડ ફિનિશ આપવામાં આવે છે જે લોકોને ગરમીથી બચાવે છે.


5/ 13




કોલકાતાનો બાંબુ આર્ટ પણ આ પ્રદર્શનમાં લોકો માટે આકર્ષણ રહ્યું હતું. બાંબુ અને સોલપુરો લાકડી વડે કૃત્રિમ ફૂલો બનાવવામાં આવે છે જે ઘર શણગાર તરીકે વપરાય છે. એકદમ અસલ દેખાતા આ ફૂલો બાંબુની લાકડીને ઝીણવટથી કાપી તેને હાથે બનાવવામાં આવે છે. ઉપરાંત સીવણના દોરાં વડે તેમને એકબીજાથી જોડવામાં આવે છે.



6/ 13




જયપુરથી આવેલી વિવિધ હસ્તકળામાંથી સ્ટોન કલર પેન્ટિંગ અને પેપર સિલ્ક પેન્ટિંગ પણ લોકોને ખૂબ પસંદ આવી હતી. પથરામાંથી બનેલા રંગો વડે કેનવાસ અને વેલ્વેટ જેવા કપડાં પર ઓઇલ પેન્ટિંગ કરવામાં આવે છે. તે ઉપરાંત પેપર સિલ્ક કાપડ પર પણ ઓઇલ પેન્ટિંગ કરવામાં આવે છે. સાથે જ રાજાશાહી વખતના દેખાતા કાગળો પર પણ ચિત્રકામ કરાય છે જેને સ્ટમ્પ પેન્ટિંગ કહેવાય છે.


7/ 13




મધ્ય પ્રદેશના ભોપાલની વિષશતા એવી ઝરી વર્ક પણ આ મેળામાં જોવા મળી હતી. મોટી અને ઝરી વડે સદીઓ ઉપરાંત પર્સ અને અન્ય ઉત્પાદનો પણ બનાવવામાં આવે છે, જે રેશમ વેલ્વેટ, સેટીન જેવા પદાર્થો પર બને છે.


8/ 13




પશ્ચિમ બંગાળનું પોટ્ટ ચિત્ર એક અદ્ભુત ચિત્ર કળા દર્શાવે છે. કેનવાસ અને લાકડાના વાસણો પર પેન્ટિંગ કરી રામાયણ અને દુર્ગાની પુરે પુરી કથા વર્ણવવામાં આવે છે. પોટ્ટ ચિત્ર કળા વડે બનેલા ઉત્પાદનો ઘર શણગાર ઉપરાંત મંદિરમાં પણ વપરાશમાં લેવાય છે.



9/ 13




ગુજરાતના જ છોટા ઉદેપુર જિલ્લાથી માટીકામના કારીગરો પોતાના ઉત્પાદન લઈને પહોંચ્યા હતા. માટીના તવા અને કઢાઈ રસોઈ માટે વપરાશમાં લેવાય છે અને કારીગરો મુજબ માટીના બનેલા હોવાના કારણે તેમાં ખોરાકને યોગ્ય તાપ મળે છે અને વધુ તાપના કારણે બળી જતું નથી.


10/ 13




આંધ્ર પ્રદેશની કલમકારી સાડીઓ પણ મહિલાઓ માટે આકર્ષણનું વિશેષ કેન્દ્ર બની હતી. આ સાડીઓને શાકભાજીના રંગોથી રંગવા બાદ તેને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. જે બાદ તેના પર સ્ક્રીન પ્રિન્ટ પદ્ધતિ વડે વિવિધ ડિઝાઇન બનાવવામાં આવે છે.


also read 

અક્ષય કુમારની આંખોને આ શું થયું? બચ્ચન પાંડેના નવા પોસ્ટરથી ચાહકો મૂંઝાયા




11/ 13




હૈદરાબાદની બંજારા હસ્તકળા પણ એક ખૂબ અનોખી હસ્તકળા છે. તે પ્રદેશમાં રહેતા બંજારા પરિવારો દ્વારા કાપડ વડે પર્સથી લઈને ઘર વપરાશની વિવિધ ચીજો બનાવવામાં આવે છે.



12/ 13




also read 

કોરિયન યુવતીએ 'શ્રીવલ્લી' પર કર્યો એવો જોરદાર ડાન્સ, જેને જોઈને 'પુષ્પા' પણ ચોંકી જશે



 મિત્રો તમને અહીં આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 


છત્તીસગઢથી એક કારીગર આયરન આર્ટ લઈને હસ્તકળા મેળામાં પધાર્યા છે. લોખંડના પાટિયાને વિવિધ આકાર આપી તેના પર કાળો રંગ કરવામાં આવે છે. વિવિધ ડિઝાઇનમાં બનતી આ વસ્તુઓ ઘર શણગાર માટે વાપરવામાં આવે છે.


13/ 13




કેરળથી આવેલા એક કારીગર દ્વારા મેટલ વાયર ટ્રી પ્રદર્શનમાં મુકાયા હતા. એલ્યુમિનિયમ જેવા મેટલના વાયર વડે બોન્સાઈ ઝાડ જેવા વૃક્ષો બનાવવામાં આવે છે. વિવિધ રંગના વાયર વડે રંગબેરંગી વૃક્ષો આ કળા વડે બનાવવામાં આવે છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser