
બેલ્જિયમ(Belgium)ની રાજધાની બ્રસેલ્સ(Brussels)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મેટ્રો સ્ટેશન પર, એક મૂર્ખ માણસે પ્લેટફોર્મ પરથી એક મહિલાને ચાલતી મેટ્રો ટ્રેન(Metro train)ની સામે ટ્રેક પર ધક્કો મારી દીધો. જોકે, સતર્ક મેટ્રો ડ્રાઈવરે છેલ્લી ઘડીએ ઈમરજન્સી બ્રેક લગાવીને મહિલાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા(CCTV video)માં કેદ થયો છે.
ઘટનાનો વીડિયો ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા(CCTV video)માં કેદ થયો છે.
રોજિયર મેટ્રો સ્ટેશનની ઘટના:
ઘટના રોજિયર મેટ્રો સ્ટેશનની છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેટફોર્મ પર એક યુવક ઘણા સમયથી અહીં-તહીં ફરતો હતો. મેટ્રો ટ્રેન આવવાનો સમય થતાં જ તે દોડતો આવ્યો અને રેલવે ટ્રેક પર પ્લેટફોર્મ પર ઉભેલી મહિલાને આગળ ધક્કો માર્યો. સદનસીબે ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી જેના કારણે મહિલાનો જીવ બચી ગયો.
તમને અહીં આ ન્યૂઝ આપેલ છે તે ઇન્સ્થાગ્રામ માંથી મળી છે અને આ ન્યૂઝ માં ખોટી અને સાચી તે તે જોવા માટે લિંક એક નીચે આપેલ છે
તે જ સમયે, બ્રસેલ્સ ઇન્ટરકોમ્યુનલ ટ્રાન્સપોર્ટ કંપનીના પ્રવક્તા ગાય સબલોને બ્રસેલ્સ ટાઇમ્સને જણાવ્યું હતું કે ડ્રાઇવરે ખૂબ જ સાવધાની દર્શાવી હતી, પરંતુ તે અને પીડિત બંને આઘાતમાં હતા. તરંગી વ્યક્તિનો ઈરાદો જાણવા મનોચિકિત્સકની પણ નિમણૂક કરવામાં આવી છે.