Pages

Search This Website

Monday, November 22, 2021

અમદાવાદ / વિશ્વના સૌથી મોટા મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ, આવું આયોજન


  • જગત જનની મા ઉમિયા ધામ નિર્માણની શરૂઆત
  • વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના મંદિરના નિર્માણ કાર્ય શરૂ
  • મંદિર નિર્માણને લઈ દિવસભર પૂજા અર્ચનાનું આયોજન

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાના મંદિરનું નિર્માણ થનાર છે ત્યારે  નિર્માણ કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે..

જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા. 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે.\

 




વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના મંદિરના નિર્માણ કાર્ય શરૂ

ઉમિયાધાન નિર્માણને લઈને દિવસભર આજે પૂજા અર્ચનાનો કાર્યક્રમ કરવામાં આવશે, એટલું જ નહીં આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે જેની ઊંચાઈ 504 ફુટ રાખવામાં આવી છે.મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે, સાથે જ પૂર્વ સીએમ વિજય રૂપાણી,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિતના ભાજપ નેતાઓ પણ હાજર રહેશે, સૌથી પહેલા 108 કળશની શોભા યાત્રા નીકળશે માં ઉમિયા રથ સાથે ગજરાજ,ધ્વજ પતાકા સાથે નીકળનાર ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાશે..

 મા ઉમિયા મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે. મંદિરની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ બાલાજી, અંબાજી, અક્ષરધામ અને શિરડીની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ આ ડિઝાઇન તૈયાર કરાઈ છે.


જગત જનની મા ઉમિયા ધામ નિર્માણની શરૂઆત

મહત્વનું છે કે અમદાવાદના જાસપુર ખાતે ઉમિયા માતાજીના મંદિરનો નિર્માણ માટે 29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનાનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 


મિત્રો તમે આ મંદિર જોઈને અદભુત  લાગશે  અને આખા જગત માં પરખિયાત થશે 

 જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ,NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ શમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય.

Credit link click here


ઉલ્લેખનિય છે વિશ્વની સૌથી મોટા મંદિરનું નિર્માણ ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.