Pages

Search This Website

Thursday, January 27, 2022

આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે?

રેસમાં આ 4 નામ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું નામ રેસમાં સૌથી આગળ





હેલો મિત્રો કેમ છો અને આજે આ ન્યૂઝ  હમણાં જ આ ન્યૂઝ આવી છે અને વધુ ને વધુ શેર કરો અને આ પોસ્ટ જે તાજા બ્રેકીંગ ન્યૂઝ આવે તે અહીં અપડેટ કરવામાં આવશે 


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ 2022ના રોજ પૂર્ણ થઈ રહ્યો છો. પાંચ મહિના પછી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ પહેલા ભાજપ અને RSSની અંદર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના નામને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી પછી નામો પર વધુ વિચારણા શરૂ થઈ જશે.




બીજેપી અને RSSમાં હાલ ચાર નામો પર સૌથી વધુ વિચારણ ચાલી રહી છે. તેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદખાન, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ્ર ગહલોત અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું નામ અગ્રેસર છે. જોકે વડાપ્રધાન મોદી છેલ્લે કોઈ નવું નામ લાવીને બધાને ચોંકાવી શકે છે. આવું મોટાભાગે જોવા મળ્યું છે. ચાલો આગળ વધતા પહેલા એક પોલમાં ભાગ લઈએ.


મિત્રો આ  લેટેશ ન્યૂઝ છે આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે?  તેની આ ન્યૂઝ છે અને કામની છે અને આ પોસ્ટ સાચવી ને રાખજો .




રેસમાં આ નામો...
આનંદીબેન પટેલઃ આનંદીબેન પટેલ PM નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના છે. તેઓ UPના રાજ્યપાલ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ તેઓ રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે NDAના પ્રથમ કાર્યકાળમાં ભાજપે વૈજ્ઞાનિક અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા, તે રાષ્ટ્રપતિ પણ બન્યા. જેના દ્વારા ભાજપે દેશ અને વિશ્વના મુસ્લિમોને સંદેશો આપવાની કોશિશ કરી હતી.



PM મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં દલિત સમાજમાંથી આવતા રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવીને બીજો મોટો સંદેશ આપ્યો છે. મુસ્લિમ અને દલિત પછી ભાજપ એક મહિલાને રાષ્ટ્રપતિ બનાવીને 2024 પહેલા મહિલાઓમાં એક મોટો રાજકીય સંદેશ આપવા માંગે છે.

કારણ કે UPAના પ્રથમ કાર્યકાળમાં કોંગ્રેસે પ્રતિભા પાટિલને રાષ્ટ્રપતિ બનાવી હતી. જોકે આનંદીબેન પટેલ માટે નેગેટિવ વાત એ છે કે તેમની ઉંમર 80 વર્ષથી વધુ છે, તેના પગલે તેમના નામ પર સહમતિ બનવામાં મુશ્કેલી થઈ શકે છે.

આ ન્યૂઝ કામની છે અને તાજા છે હમણાં આવી છે  અને  કોઈને એમ લાગે કે આ ન્યૂઝ ખોટી છે તો અહીં નીચે તમને એક આ  ક્રેડિટ લિંક પણ આપેલ છે તે પણ તમે જોઈ સખો છો 

 અમારી આ પોસ્ટ માં કોઈ માહિતી ના મળે તો  કમેન્ટ પણ કરી સખો છો અને કામની માહિતી છે વધુ ને વધુ શેર કરતા રહો 


આ ન્યૂઝ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 


આરિફ મોહમ્મદ ખાનઃ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન UPના બુલંદશહેરના રહેવાસી છે. શાહબાનો કેસને લઈને આરિફે રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું, જે પછીથી તે સમાચારમાં આવ્યા હતા.

ત્રણ તલાક, CAA જેવા મામલાઓમાં આરિફ હમેશાં ભાજપ માટે એક ઢાલ સમાન રહ્યાં. ભાજપ તેમની પ્રગતિશીલ વિચારધારાને માને છે. એવામાં BJP અને RSS એક વખત ફરી મુસ્લિમ ચેહરાને રાષ્ટ્રપતિ બનાવીને વિશ્વમાં એવો મેસેજ આપવા માંગશે કે તેઓ મુસ્લિમ વિરોધી નથી પરંતુ તુષ્ટિકરણનો વિરોધ કરે છે.





વેકૈંયા નાયડુઃ ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને લાંબા સમયથી ભાજપમાં જોડાયેલા છે. નાયડુ 2002થી 2004 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. તે અટલ બિહારી સરકારમાં કેન્દ્રીય ગ્રામણી વિકાસ મંત્રી રહ્યાં.

તેમણે મોદી સરકારમાં શહેરી વિકાસ, આવાસ, સૂચના પ્રસારણ તથા સંસદીય કાર્ય જેવા મહત્વપૂર્ણ વિભાગની કમાન સંભાળી છે. નાયડુ ઓગસ્ટ 2017થી ઉપરાષ્ટ્રપતિ છે. નાયડુને રાષ્ટ્રપતિ બનાવીને ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મોટો રાજકીય સંદેશ આપી શકે છે.