કાળ જોઈ બાઈકચાલકનું શરીર પરસેવે રેબઝેબ થયું
સિંહે જાતે જ પોતાનો રસ્તો બદલી બાઇકચાલકને જવા દીધો
અમરેલી જંગલ વિસ્તારના ધૂળિયે માર્ગ પર બાઈક લઈને જઈ રહેલા બાઇકસવાર બે લોકોને ત્યારે પરસેવો છૂટી ગયો, જ્યારે અચાનક જ ડાલામથ્થો સાવજ ઘુરકિયાં કરતો કરતો આવી રહ્યો હતો. એક તો સાંકડો રસ્તો અને બાજુમાં જ ઝાડી-ઝાંખરા.
શિયાળાની કડકડતી ઠંડીમાં બંને સવારોનું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. પલકવારમાં જ પોતાની સમાપ્ત થતી જીવાદોરીની કલ્પનાથી બાઇકની પાછળ બેઠેલી વ્યક્તિ કાંપી ઊઠી હતી. ગમે તેવા સંકટને હરનાર અને સંકટમોચક કહેવાતા હનુમાનજી યાદ આવતાં થરથરતા અવાજે હનુમાનના જાપ શરૂ કર્યા. આવો, વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

સિંહે રસ્તો બદલી બાઇકચાલકને જવા દીધો
રસ્તો સાકડો હોવાને કારણે સિંહ પણ થોડીવાર માટે અન્ય રસ્તો બદલી બાઇકચાલકને જવા દે છે. સાવજ રસ્તાની જમણી બાજુ ફંટાઈ જતાં બાઇકસવાર બંને યુવકના જીવમાં ફરી જીવ આવ્યો. અને મનોમન હનુમાનજી બાપાનું સ્મરણ કરતાં બાઈકને કિક મારી આગળ વધી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકો બાઈકચાલકની મનોદશા શી હશે એની કલ્પના માત્ર કરી શક્યા છે.
મિત્રો આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે
વીડિયો જોતાં અને હનુમાન ચાલીસાના જાપ બોલનાર ભાષા પરથી લાગે છે અમરેલી અથવા જૂનાગઢનો વીડિયો છે. જોકે સત્તાવાર રીતે આ વીડિયો મુદ્દે દિવ્ય ભાસ્કર કોઇ પૃષ્ટિ કરતું નથી.