વીડિયો વાયરલઃ તમે ઊંચી ઈમારતોની બાલ્કનીમાંથી બાળકોના પડી જવાના કમનસીબ સમાચાર તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે ક્યારેય એવો કિસ્સો જોયો છે કે જેમાં માતાએ પોતાના પુત્રને 10મા માળની બાલ્કનીમાંથી લટકાવી દીધો હોય.
Trending: मां के लिए साड़ी कीमती या बेटे की जान? वायरल वीडियो में देखें पूरा सच
ફરીદાબાદમાં એક માતાએ પોતાના પુત્રને બહુમાળી ઈમારતની બાલ્કનીમાંથી લટકાવી દીધાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
ALSO READ
જયારે આ મહિલાએ ખાધું 100 વર્ષ જૂનું ઈંડું ત્યારે જે થયું … -જુઓ LIVE વિડીયો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલાએ તેના પુત્રને સાડીથી લટકાવી દીધો છે. નવમા માળે બંધ મકાનની બાલ્કનીમાં તેના કેટલાક કપડાં પડી ગયા હોવાથી મહિલાએ આવું કર્યું હતું. તે કપડાં મેળવવા માટે મહિલાએ તેના પુત્રને સાડીમાં બાંધીને નવમા માળે લટકાવી દીધો હતો. આટલું જ નહીં, કપડાં લીધા બાદ મહિલા છોકરાને 10મા માળે ખેંચીને લઈ ગઈ હતી. સદનસીબે આ દરમિયાન કોઈ અકસ્માત થયો ન હતો.
ઘટના ગયા અઠવાડિયે ફરીદાબાદના સેક્ટર 82ની એક સોસાયટીની છે. આ હ્રદયસ્પર્શી વિડિયો સામે બિલ્ડીંગના રહેવાસીએ શૂટ કર્યો છે. તમને જણાવી દઈએ કે નવમા માળે આવેલા ફ્લેટમાં કોઈ રહેતું ન હતું, તેથી મહિલા વિચારી રહી હતી કે બાલ્કનીમાં પડેલા કપડા કેવી રીતે ઉતારવા.
also read
વિશાળકાય મગરને શ્વાન સમજી ખવડાવી રહ્યો હતો, અચાનક થયું એવું કે… -હિંમતવાળા જ જોવે આ વિડીયો
આથી તેણે પુત્રનો જીવ જોખમમાં મુકીને તેને સાડીથી બાંધીને નવમા માળે છોડી દીધો હતો. ત્યાર બાદ તેમને સાડીની મદદથી ઉપરની તરફ ખેંચવામાં આવે છે. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.