Pages

Search This Website

Wednesday, February 16, 2022

ફાટક બંધ હોવા છતાં બાઈક લઇને રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો વ્યક્તિ, અચાનક જ ટ્રેન આવી અને માથેથી…





ફાટક બંધ હોવા છતાં બાઈક લઇને રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો વ્યક્તિ, અચાનક જ ટ્રેન આવી અને માથેથી…



વાયરલ(Viral): વ્યક્તિ ઘણીવાર ઉતાવળમાં મોટું નુકસાન સહન કરવાનો વખત આવે છે. આપણે કેટલીકવાર થોડો સમય બચાવવા માટે આપણા જીવનની પણ પરવા કરતા નથી. 






આ દિવસોમાં મુંબઈ(Mumbai)થી એક વિડીયો (Viral Video) સામે આવ્યો છે. એક બાઇકર એ જ કરે છે જે આપણે હંમેશા કરતા આવ્યા છીએ. ‘અરે, ટ્રેન આવે ત્યાં સુધીમાં ફાટકની નીચેથી બાઇક કાઢી લઈએ.’ આ માણસે પણ એવું જ કર્યું. પરંતુ પાછળથી તરત જ ટ્રેન આવી ગઈ. તે વ્યક્તિ ઝડપભેર ચાલતી ટ્રેનની ટક્કરથી બચી જાય છે, પરંતુ તેની બાઇક ઉડી જાય છે.



યુવક બાઇક પરથી કુદી પડ્યો:
આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો વ્યક્તિ બાઇક લઈને ટ્રેક પર પહોંચે છે, તેને ખબર પડી જાય છે કે ટ્રેન આવી રહી છે. તે તરત જ બાઇક પરથી કૂદી પડે છે. બાઇક મુકીને, તે પાછળ હટી જાય છે. બાઇકના કુરચે કુરચા ઉડી જાય છે. આ વિડીયો 12 ફેબ્રુઆરીનો છે.



also read 

Best Law kaydo in Gujarati General Knowledge



આ વિડીયો જોતા સૌ લોકોના હચમચી ગયા:
જ્યારે લોકોએ આ ખતરનાક વિડીયો જોયો તો તેમનો આત્મા કંપી ગયો. એક યુઝરે લખ્યું કે જો પેટ્રોલની ટાંકીમાં આગ લાગી હોત તો કલ્પના કરો કે અકસ્માત કેટલો ભયંકર હોત. આવા અકસ્માતો ઉતાવળમાં થાય છે. જો કે આમાં વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. જો કે આ પહેલા પણ ઘણી વખત આવા અકસ્માતોના વિડીયો સામે આવ્યા છે.


મિત્રો આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે



ત્યારે આ વિડીયો જોઇને આપણે સૌ લોકોએ સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. થોડી પણ ઉતાવળ મોતને આમંત્રણ આપી શકે છે. તે માટે કાળજીપૂર્વક રેલ્વે ફાટક પસાર કરો અને હા જ્યારે ફાટક બંધ હોય ત્યારે રેલ્વે ફાટક ઓળંગવાનો પ્રયાસ ન કરો. કારણ કે આ ઉતાવળ મોતને નોતરી શકે છે.