જો દરેક સંતાનો માતા-પિતાની આવી કાળજી રાખતા હોય, તો વૃદ્ધાશ્રમની જરુર જ ના પડે!
હેલો મિત્રો કેમ છો
મિત્રો આજે ખુબજ ઈમોશનલ ન્યૂઝ અને તમારા દિલ ને છુઈ જશે અને આ વાયરલ વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ હમણાં 2 -4 દિવસ થી ખુબજ વાયરલ થઇ રયો છે

માતા પિતાની દિનરાત સેવા કરતા શ્રવણના કળિયુગમાં પણ દર્શન થઇ રહ્યા છે, હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થયો છે. માતા અને પિતા પોતાના સપના અધૂરા છોડી, પોતાના દીકરા દીકરીના સપના પુરા કરતા હોય છે, માતા પિતાને એક જ આશ હોય છે કે, તેમના દીકરા તેમના વૃદ્ધાવસ્થામાં તેમનું ધ્યાન રાખે.
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં માતા પ્રત્યે પુત્રની કેટલી ચિંતા અને કાળજી રહેલી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દીકરાએ માતા માટે કંઈ મોટું કામ નથી કર્યું, પરંતુ તેણે જે કર્યું તે જોઈને જોનારા દરેક લોકો ભાવુક થઈ જશે. આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.
આ વીડિયોમાં એક પુત્ર તેની માતા પર પ્રેમ વરસાવી રહ્યો છે. હાલ ઠંડીની સીઝન ચાલી રહી છે અને આ ઠંડી દરમિયાન એક ખુબ જ સુંદર વિડીયો સામે આવ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે ઠંડીના મોસમમાં એક પુત્ર તેની વૃદ્ધ માતાની સાર-સંભાળ લઈ રહ્યો છે. માતાને ઠંડીથી બચાવવા આ દીકરો માતાને માથે દુપટ્ટો બાંધી દે છે. માતા પિતાને બીજું શું જોઈએ જયારે તેમના દીકરા તેમના વૃદ્ધાવસ્થામાં નાની વાતોનું ધ્યાન રાખતા હોય.
ALSO READજાણો કોણ છે ‘કાચા બદામ’ ગાનાર ભુવન બદ્યાકરે? જેની માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ થઇ રહ્યા છે ચર્ચા
મિત્રો આ વિડીયો હમણાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રયો છે અને અહીં નીચે તેની ક્રેડિટ લિંક પણ અહીં આપેલ છે
IPS ઓફિસર દીપાંશુ કાબરા પણ આ વિડિયો જોઈને ખુબ ઈમોશનલ થયા હતા. આ વીડિયો તેના દિલને એટલો ઊંડો સ્પર્શી ગયો કે તે તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેણે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે IPS ઓફિસર દીપાંશુ કાબરાએ તેના કેપ્શનમાં લખ્યું કે ‘દીકરો હોય તો આવો…’ એ જોઈને આનંદ થયો કે આજે પણ શ્રવણ જેવા પુત્રો છે. હું ઈચ્છું છું કે દરેક ઘરમાં આવા પુત્રો હોય જેથી સમાજને ક્યારેય વૃદ્ધાશ્રમની જરૂર ન પડે.’