હેલો મિત્રો હમણાં થોડા બે - ત્રણ દિવસ થી તમને કચ્છ માં ઠંડીનું જોર વધી જતાં તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે અને આજે તેની ન્યૂઝ તમારા માટે લાવીયા છીએ અને નીચે તમને બધી માહિતી આપેલ છે
ભુજમાં 9.0 સેલ્સિયસ અને કંડલામાં 10.5 સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું
કચ્છ જિલ્લામાં ઠંડીનું જોર વધી જતાં તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. અને જેના કારણે જનજીવન પણ ખુબજ પ્રભાવિક થયું છે ડિસેમ્બર માસની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો વાતાવરણમાં વર્તાઈ રહ્યો છે, જેની સીધી અસર સમગ્ર જિલ્લામાં અનુભવાઈ રહી છે.
નોંધનીય છે કે નલિયામાં તાપમાન 3.8 ડિગ્રી પહોંચી જતા રાજ્યનું સૌથી ઠડુ મથક બનીયુ છે

હવામાન વિભાગ ભુજ કચેરીના રાજેશકુમારના જણાવ્યા અનુસાર આજે ગુરુવારે જિલ્લા મથકભુજનું તાપમાન સામાન્યથી 11 ડિગ્રી ઓછું 9.0 સેલ્સિયસ, કંડલામાં સામાન્યથી 6 ડિગ્રી ઓછું 10.5 સેલ્સિયસ અને રાજ્યમાં સૌથી ઠંડુ મથક નલિયા સામાન્યથી 8 ડિગ્રી ઓછું 3.8 સેલ્સિયસ રહેવા પામ્યું છે.

નલિયાની મુખ્ય બજારમાં ઠંડીની અસરથી સુનકાર દેખાઈ રહ્યો છે
ક્રેડિટ લિંક : click here
જિલ્લા મથક ભુજમાં વહેલી સવારે કામથી નીકળેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ શરીરે ગરમ વસ્ત્રોથી સજ્જ જોવા મળી હતી. અને ઠડી પણ હતી .
ભુજ માં હમીરસર તળાવ વે માટે મોનિંગ વોક કરતા લોકો પણ ઓછા જોવા મળિયા હતા
લોકો ચાની લારીની આજુબાજુ વીંટળાયેલા અને તાપણું કરતા દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે આવી ઠંડી હજુ આવતીકાલ સુધી યથાવત રહેશે તેવું હવામાન કચેરીએ જણાવ્યું હતું