
ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh) જીલ્લાના કેશોદ(Keshod) તાલુકામાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.
રસ્તા પર જઈ રહેલા એક્ટિવા ચાલકે ચાલુમાં જ કાબૂ ગુમાવતા એક્ટિવા હવામાં ફંગોળાય ગઈ હતી અને એકટીવા દસેક ફૂટ દૂર ઉલળીને પડ્યું હતું. સમગ્ર અકસ્માત(Accident)ની ઘટના હાઈવે પર લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.
also read
also read
RCM Bhavnagar Recruitment for Various Posts 2022
જૂનાગઢના કેશોદ તાલુકાના ભાટ સીમારોલી ગામ નજીકથી એક એક્ટિવા સવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઈવિંગ પરથી કાબૂ ગુમાવી દેવાને કારણે એક્ટિવા રસ્તાની સાઈડમાં ઉતરી જવા પામ્યું હતું અને હવામાં ફંગોળાય ગયુ હતું અને ચાલક નીચે પટકાયો હતો અને દસેક ફૂટ દૂર સુધી એક્ટિવા ફંગોળાઈને પડ્યું હતું. અકસ્માત અંગેની ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
અકસ્માતને પગલે ત્યાં હાજર અન્ય રાહદારીઓ દોડી આવી ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે જોરદાર અકસ્માત છતાં ચાલક બચી ગયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના હાઈવે પર લાગેલા એક સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મિત્રો આ ન્યૂઝ દિવ્યભાસ્કર ની ન્યૂઝ અને કોઈને સનકા થાય કે આ ન્યૂઝ ખોટી છે અને આ વિડીયો જૂનો છે તો ક્રેડિટ લિંક માંથી જોઈલો