
ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh)ના ગરવા ગિરનાર(Girnar)ના ભૈરવ શિખર(Bhairav Shikhar) પર જવાનો કોઈ પણ પ્રકારનો રસ્તો જ નથી જેથી ત્યાં જવું કોઈ નાનામુના ખેલ નથી. તેમ છતાં એક યુવક કોઈપણ જાતના આધાર કે ડર રાખ્યા વગર આ શિખર ચઢી પણ જાય છે અને ઊતરી પણ જાય છે. હાલમાં આ વીડિયો(Viral videos) સોશિયલ મીડિયા(Social media)માં ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે.
આ વાયરલ વીડિયો જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. પરંતુ હજુ સુધી આ યુવકની કોઈ પણ પ્રકારની ઓળખ થઈ શકી નથી. યુવક જ્યારે આ પ્રકારનું જોખમી ચઢાણ કરી રહ્યો હતો ત્યારે અન્ય પ્રવાસીઓએ આ દૃશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતાં હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. આ યુવાને જીવના જોખમે કરેલા આ પ્રકારના અખતરા અંગે અનેક ચર્ચાઓ થઇ રહી છે.
હાલમાં તો એક-બે દિવસથી સોશિયલ મીડિયામાં જૂનાગઢના ગિરનારનું એક શિખર ચડી રહેલા યુવાનનો વીડિયો સોશિયલ મીડીયામા વાઈરલ થઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના સ્પાઈડર મેન ગણાતા સ્વદેશી યુવાન ગિરનાર પર્વત પર ના કોઈ ડર કે આધાર વગર સડસડાટ ચઢી રહ્યો છે. આ શિખર પર યુવકના ચડવા અને ઊતરવાની સમગ્ર ઘટના કોઈ અન્ય પ્રવાસીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
also read ગાયને પણ લાગ્યો પાણી પૂરીનો ચસ્કો, એકપછી એક દાબી ગઈ કેટલીય પાણીપૂરી- જુઓ વિડીયો🤣😅
ત્યારે આવા સમયમાં ગિરનાર પર્વતના ભૈરવ શિખર પર ભારે પવનની વચ્ચે એક યુવાન સડસડાટ ચડી જાય છે અને થોડીવાર શિખર પર રહી ફરી પાછો નીચે ઉતરી જાય છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, આ શિખરની બાજુમાં જ હજારો ફૂટ ઊંડી ખાઈ જોવા મળી રહી છે, જેમાં પડી જશે કે ખાબકશે તેવો જરા પણ ડર રાખ્યા વગર યુવાન સડસડાટ ચડી જાય છે અને ઊતરી પણ જાય છે.
also read
ચાલકે કાબૂ ગુમાવતા એક્ટિવા હવામાં ફંગોળાઈને દસ ફૂટ દુર પડ્યું- જુઓ કેવી રીતે થયો ચમત્કારિક બચાવ
આ ન્યૂઝ સાચી છે કે નહીં તે જોવા માટે અહીં વેબસાઈટ માં તેની ક્રેડિટ લિંક નીચે આપેલ છે
હાલમાં આ વાઈરલ વીડિયોમાં જોખમી સ્ટંટરૂપી શિખર ચઢી અને નીચે ઊતરનાર યુવાન કોણ છે ? ક્યાંનો છે ? તે અંગેની કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી, પણ સોશિયલ મીડિયામાં લોકો યુવાનને ઇન્ડિયાનો સ્વદેશી સ્પાઈડર મેન નામ આપી રહ્યા છે હાલમાં આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે.