હેલો મિત્રો કેમ છો આજે આ એક્સિડન્ટ તાજા ન્યૂઝ છે તેનો એક સિસિટીવી વિડીયો અહીં નીચે આપેલ છે અને તેની ન્યૂઝ પણ આપેલ છે

ગુજરાત(Gujarat): પાલનપુર(Palanpur)ના RTO ચાર રસ્તા પાસે એક ટ્રક હોટલમાં ટ્રક ઘુસી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે હોટલની બહાર પાર્ક કરેલી કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રક હોટલમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત(Accident)માં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા.
બે કારના ભુક્કા બોલી ગયા:
આ અંગે મળતી માહિતી અનુસાર, રાજસ્થાન રાજ્ય બાજુથી આવી રહેલી ટ્રકના ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા તે ધડાકાભેર પાલનપુર RTO સર્કલ પાસે આવેલી સવેરા હોટલમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન બેકાબૂ ટ્રકે હોટલની બહાર પાર્ક કરવામાં આવેલી બે કારોને અડફેટે લેતાં તેનો ભુક્કો બોલી ગયો હતો.
ટ્રક હોટલમાં ઘુસતા સર્જાયો ગંભીર અકસ્માત:
આ અકસ્માત હોટલ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં હોટલની બહાર બે કાર પાર્ક કરેલી જોવા મળે છે. દરમિયાન બે કારને ટક્કર માર્યા બાદ પણ સ્પીડમાં આવતી ટ્રક રોકાઈ ન હતી અને હોટલમાં ઘુસી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મિત્રો અહીં નીચે તેની ક્રેડિટ લિંક આપેલ છે
એકનું મોત અને બે લોકો ગંભીર રીતે ઘાયલ:
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં હોટલને પણ ભારે નુકસાન થયું હતું. ખાસ વાત એ છે કે આ હોટલ અગાઉ પણ બે ટ્રક અકસ્માતનો ભોગ બની ચૂકી છે. આ ત્રીજો કિસ્સો છે.
મિત્રો તમને અહીં વેબસાઈટ માંથી આવી માહિતી દરોજ મળી જશે અને તાજા ન્યૂઝ અને બ્રેકીંગ ન્યૂઝ તેની સાથે શીખવા અને જાણવાની માહિતી નવી નવી મળી જશે .