
હાલના દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશનની(Food Combination) રેસિપીના(Recipe) વિડીઓ ખુબ જ વાયરલ થતા જોવા મળે છે. કેટલાક કુલહાડમાં મોમોઝ તૈયાર કરીને સર્વ કરી રહ્યા છે, જ્યારે કેટલાક ગોલગપ્પા સાથે આઈસ્ક્રીમ રોલ તૈયાર કરી રહ્યાં છે. આ રેસીપી વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આઘાતમાં આવી ગયા છે.
અત્યાર સુધી તમે અનેક પ્રકારના આઈસ્ક્રીમ ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય ઢોકળા અને ખાંડવીમાંથી બનેલો આઈસ્ક્રીમ ખાધો છે? આ વાયરલ વીડીઓમાં, હવે ઢોકળા ખાંડવી આઈસ્ક્રીમ રોલની રેસીપીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમારું લોહી ઉકળી જશે. કારણ કે, એક સમય હતો જ્યારે લોકો ફાલુદા કે રબડી સાથે આઈસ્ક્રીમ ખાતા હતા. પરંતુ એક આઈસ્ક્રીમવાળા ભાઈએ ઢોકળા અને ખાંડવી સાથે આઈસ્ક્રીમના રોલ તૈયાર કરીને લોકોને પીરસી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ આઈસ્ક્રીમ પ્રેમીઓ ગુસ્સે થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે થેનોસ માટે તેમનું સન્માન વધી ગયું છે અને દુનિયાનો અંત નજીક છે.

મળતી માહિતી અનુસાર આઇસક્રીમની આ અસામાન્ય રેસિપી ધરાવતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘ઢોકળા અને ખાંડવી આઈસ્ક્રીમ પણ એક વસ્તુ છે. શું તમે જાણો છો?’ હવે તમે પણ વિચારતા જ હશો કે તમને આવું કંઈ ખબર ન હોત તો સારું થાત. આ વિડીયો જોઈને જ્યાં આઈસ્ક્રીમ પ્રેમીઓનાં ગુસ્સાથી નાક ફુલી રહ્યા છે, ત્યાં કેટલાક યુઝર્સ એવા છે જે આ ફૂડ કોમ્બિનેશન ટ્રાય કરવા ઈચ્છે છે.
મિત્રો તમને અહીં આવી માહિતી અને તમને આ અપોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં તમને મળી જશે
જાણવા મળ્યું છે કે, 22 જાન્યુઆરીએ અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કર્યો છે. જો કે, મોટાભાગના વપરાશકર્તાઓએ તેને જોયા પછી તેમના માથા પકડી લીધા છે. આ વિડીયો જોયા બાદ યુઝર્સ પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.
એકે કોમેન્ટ કરી અને લખ્યું, ‘ભાઈ, આ દિવસોમાં લોકો કંઈ પણ કરી રહ્યા છે.’ તે જ સમયે, અન્ય એક યુઝરે કહ્યું, ‘મારા ફેવરિટ ફૂડની તો વાટ લગાવી દીધી છે. તેને નરકમાં જગ્યા પણ નહીં મળે.’ અન્ય યુઝરે ઉશ્કેરાઈને લખ્યું છે કે, ‘ક્યારેક ડોસા આઈસ્ક્રીમ રોલ તો ક્યારેક ઢોકળા સાથે.’ સૌથી પહેલા તો વીડિયો રેકોર્ડ કરનારને માર મારવો જોઈએ. આ વીડિયો જોયા બાદ લોકોના હોશ ઉડી ગયા છે.