Pages

Search This Website

Saturday, February 12, 2022

સિંહના પાંજરામાં હાથ નાખવો આ યુવકને ભારે પડી ગયો- હિંમતવાળા જ જોવે આ વિડીયો!



હેલો મિત્રો આ ન્યૂઝ હિંમતવાળા લોકો આ વિડીયો અહીં જોજો અને આ વિડીયો ઇન્સ્થાગરમ માંથી લેવામાં આવીયો છે અને નીચે તેની માહિતી અને ગુજરાતીમાં આપેલ છે 




આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રાણી સંગ્રહાલયમાં(Zoo) પાંજરામાં બંધ બબ્બર સિંહ સાથે મસ્તી કરવી એક વ્યક્તિને ભારે પડી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના સેનેગલના(Senegal) પાર્ક હેન ઝૂમાં(Park Hen Zoo) બની હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિએ ખબર નહિ શું વિચારીને સિંહના પાંજરામાં હાથ નાખ્યો. 


ALSO READ 

10 વર્ષની ઉંમરે 200 કિલો વજન હતું, અત્યારે એટલું થઇ ગયું છે કે તસ્વીરો જોઇને આંખે અંધારા આવી જશે



આ પછી જે પણ થયું તે જોઈને કોઈના પણ શ્વાસ થંભી જાય. વ્યક્તિએ વિચાર્યું હશે કે તે સિંહને થોડું સ્નેહ કરશે, પરંતુ તેને શું ખબર કે સિંહ પણ ભૂખ્યો બેઠો છે અને તેનો હાથ પકડી લેશે. આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે.





સિંહની ગર્જના સાંભળીને જંગલના ખૂંખાર પ્રાણીઓ પણ ધ્રૂજી ઉઠે છે, તો અહિયાં તો સિંહ સાથે એક માણસે મોજ-મસ્તીમાં પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. જો કે, આ પ્રથમ વખત નથી કે સિંહે માનવ પર હુમલો કર્યો હોય. આ પહેલા પણ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. હાલના આ વીડિયોમાં પાંજરામાં બંધ સિંહે માણસનો હાથ તેના જડબામાં ફસાવ્યો છે.


also read 

આધાર કાર્ડ અને પાન કાર્ડ સફળતાપૂર્વક લિંક થયેલ છે કે નહીં તે કેવી રીતે તપાસવું



 તે દરમિયાન, વ્યક્તિ પીડાને કારણે જોરથી ચીસો પાડે છે. તે જ સમયે, તે પોતાનો હાથ બહાર કાઢવાનો પૂરો પ્રયાસ કરે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. ત્યારે નજીકમાં હાજર કેટલાક લોકો પથ્થરો ફેંકીને સિંહનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સિંહ હટતો નથી.



also read 📝તમારા ગામનું વર્ષ ૨૦૨૨ લિસ્ટ જોઈલો, કોણ કોણ છે BPL રેશનકાર્ડ ધારકો, તમારું નામ કઈ યાદીમાં છે એ પણ જોઈ શકશો, તમારો જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવું



મળતી માહિતી અનુસાર આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @_geowild નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોયા બાદ કોઈના પણ હૃદયના ધબકારા વધી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહ વ્યક્તિનો હાથ બિલકુલ છોડવાના મૂડમાં નહોતો. આ વીડિયો જોયા પછી ભાગ્યે જ કોઈ આવી ભૂલ કરવાનું વિચારશે.

મિત્રો તમને અહીં આ માહિતી આપેલ છે આ અપોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 


અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે જ સમયે, જ્યાં કેટલાક લોકો વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે, તો ઘણા લોકોએ ફની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે આ અકસ્માત બાદ હવે આ વ્યક્તિ જીવનભર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે.