Pages

Search This Website

Saturday, February 12, 2022

બસમાં સીટ રોકવા પત્નીને બારીમાંથી અંદર ઘુસાડી- વિડીયો જોઇને ખખડી પડશો





બસમાં સીટ રોકવા પત્નીને બારીમાંથી અંદર ઘુસાડી- વિડીયો જોઇને ખખડી પડશો


દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી જ નથી. આપણે બધા જાણીએ છીએ કે, ભારતીયો મુસાફરી માટે કેટલા પોઝીટીવ છે. કદાચ આ જ કારણ છે કે, આપણે બસમાં પ્રવેશતાની સાથે જ આપણી સીટ રિઝર્વ કરવાનું પહેલા વિચારીએ છીએ. 


દેશી જુગાડના એક કરતા વધુ ચડિયાતા વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. ક્યારેક આવા વિડીઓ ખુબ જ ચોંકાવનારા હોય છે. આ દિવસોમાં જુગાડનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. જેને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે.






વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બસની પાછળની સીટની બારી પાસે એક પુરુષ ઉભેલો છે અને તે મહિલાને બારીમાંથી બસની અંદર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખરેખરમાં આ બંને પતી પત્ની છે. પતી બારીમાંથી પત્નીને હાથ આપે છે અને પત્નીને પકડીને બારીમાંથી બસમાં અંદર ખેંચે છે. ઘણી માથાકૂટ બાદ બંનેનો સંઘર્ષ રંગ લાવે છે અને મહિલાને બારીમાંથી અંદર ઘુસી જાય છે. જુગાડના આ વીડિયો પર યુઝર્સે પોતાની ફની રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે.




મિત્રો આ ન્યૂઝ  ક્રેડિટ  લિંક નીચે  આપેલ છે 



એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘જુગાડ દ્વારા કંઈ પણ અશક્ય નથી.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘સીટને લઈને આટલો ક્રેઝ પહેલા ક્યારેય નથી જોયો.’ અન્ય યુઝરે લખ્યું, ‘જુગાડની રીત મોટી છે, પરંતુ તે જોખમી હતું. 


also read 

એકસાથે ત્રણ-ત્રણ ગેંડા સાથે આ યુવતીએ કર્યું એવું કે, વાયુવેગે VIRAL થઇ ગયો વિડીયો- તમે જોયો કે નહિ…



આ સિવાય બીજા ઘણા યુઝર્સે તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 1 દિવસમાં 90 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, હજારો લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.